દારૂની રેલમછેલ અને ધાકધમકી થી ગાંધીનગર સત્તા કબજે કરવા મુખ્યમંત્રી અને ભાજપ બેબાકળું બની ગયું છે. : 22-04-2016

ગાંધીનગર મહાનગરપાલિકાના ૮ વોર્ડની ૩૨ બેઠકો પર ભાજપ હાર દેખી જતા મુખ્યમંત્રીએ ગમે તે ભોગે સત્તા મેળવવા કાંઈ પણ કરવાની સુચના આપી હોય તે રીતે દારૂની રેલમછેલ અને ધાકધમકી અપાઈ રહ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પ્રજા જ સર્વોપરી છે ભાજપ શાસકો વર્ષો સુધી ગાંધીનગરના નાગરિકોની માંગ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો આપતા ન હોતા ત્યારે ગાંધીનગર કોર્પોરેશનના દરજ્જા માટે વરિષ્ઠ નાગરિકો અને કોંગ્રેસ પક્ષે લડત આપી. વડી અદાલતના આદેશથી ભાજપ સરકારને ગાંધીનગરને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાની ફરજ પડી હતી પણ હજી સુધી તમામ પ્રકારના લાભો અને સત્તા આપવામાં ભાજપ સરકાર અડચણો ઉભી કરે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note