સોશ્યલ મીડીયામાં સક્રિય કાર્યકરો આગેવાનોને માર્ગદર્શન : 16-04-2016

આગામી વિધાનસભા – ૨૦૧૭  ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નો લઈને આક્રમકતાથી લડત આપવાના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે ૧૦૦૦ થી વધુ સમગ્ર રાજ્યમાંથી ટેક્નોસેવી અને ખાસ કરીને સોશ્યલ મીડીયામાં સક્રિય કાર્યકરો આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના વિવિધ જુઠ્ઠાણાં વારંવાર મીડીયા અને ખાસ કરીને સોશ્યલ મીડીયા દ્વારા મતદાતાઓ સામે ભ્રામક્તા ઉભી કરવામાં આવે છે.ઘણાં બધાં કિસ્સાઓમાં જુઠ જુઠ અને જુઠ ચાલી રહ્યાં છે. કાળા નાણાં પાછા લાવવાનું, ૧૫-૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા થશે, એક માથા સામે દશ માથા, પાકિસ્તાનને જડબાતોડ જવાબ, ખેડૂતોને કપાસના રૂા. ૧૫૦૦ ના ભાવ સહિત મોંઘવારી, ભ્રષ્ટાચાર, આંતકવાદની ઘટનાઓ બાબતે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી અલગ અલગ નિતી અને નિયત જાહેર થઈ રહી છે ત્યારે યુવાનો – બહેનો વિશેષ સોશ્યલ મીડીયા પર સક્રિય થઈ ભાજપના જુઠ્ઠાણાંઓને ખુલ્લા પાડી અને સત્ય હકીકતો ઉજાગર કરે તે સમયની માંગ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note