પાણી માટે સ્પષ્ટ નીતિ અને આયોજનના અભાવે ગુજરાત મોડેલમાં ટેન્કર રાજ : 16-04-2016
- પાણીના પ્રાણપ્રશ્ને પાણીમાં બેસી ગયેલી ભાજપ સરકાર સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ
- પાણી માટે સ્પષ્ટ નીતિ અને આયોજનના અભાવે ગુજરાત મોડેલમાં ટેન્કર રાજ
પોતાને પાણીદાર કહેવડાવવા માટે પાટીદાર અનામત આંદોલન પર અત્યાચાર ગુજારનાર ભાજપ સરકાર હવે એટલી હદે પાણીમાં બેસી ગઈ છે કે, ખેડૂતો અને ગ્રામજનો ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો લગાડેતો નવાઈ નહીં હોય એમ જણાવતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ઉમેર્યું છે કે, નર્મદા જેવી વિશાળ યોજના હોવા છતાં ભાજપ સરકાર તેના બેજવાબદાર વહીવટ અને આયોજનના અભાવે પીવાના પાણી તેમજ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો