ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” કાર્યક્રમ : 14-04-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” ની અમદાવાદ ખાતે પ્રસ્થાન પહેલાં કોંગ્રેસ પક્ષના મુખપત્ર “કૃત સંકલ્પ” નો વિશેષાંક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે પ્રતિજ્ઞા વાંચન કરાવ્યું હતું ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર અને ડૉ. બાબા સાહેબ આંબેડકર સામૂહિક એક્તા યાત્રા સમિતિ સક્રિય રીતે જોડાઈને સહયોગ આપ્યો હતો. ડૉ. બાબાસાહેબના જીવનના સિધ્ધાંતોને ઉજાગર કરતાં ટેબ્લો સાથે મોટી સંખ્યામાં બાઈક સવારો સાથે યાત્રા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભ્રમણ કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
PRATIGNA for DR.AMBEDKARJI JANM JAYANTI