ભાજપ સરકાર અને ખાનગી શાળા સંચાલકોની ભાગબટાઈથી ફી માં ધરખમ વધારો : 10-04-2016
જે રીતે ભાજપ સરકાર અને ખાનગી શાળા સંચાલકોની ભાગબટાઈથી ફી માં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે. તેનો ભોગ ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ બની રહ્યાં છે. તોતીંગ ફી વધારાથી ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારની કમર તોડવાનું કામ આ રાજ્યની ભાજપ સરકાર કરી રહી છે. સમગ્ર અમદાવાદની શાળાઓમાં તોતીંગ ફી વઘારા સામે વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારની દિવાન બલ્લુભાઈ શાળા, ત્રિપદા હાઈસ્કૂલ, ડી.પી.એસ. સેવન ડે, સહિતની શાળામાં જંગી ફી વધારો ઝીંકી દઈ વાલીઓના ખિસ્સા કાતરવાનું કામ શાળાના બેજવાબદાર સત્તાધીશો કરી રહ્યાં છીએ. આજ રોજ દિવાન બલ્લુભાઈ શાળામાં ૪૫૦ ટકાનો ફી વધારો કર્યો હોવાથી અમદાવાદ શહેર-જિલ્લાના એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખશ્રી ભાવિક સોલંકીએ, ગૌરાંગ મકવાણા, વિસ્મિત દેસાઈની આગેવાનીમાં વાલીમંડળને સાથે રાખી દિવાન બલ્લુભાઈ શાળા કમ્પાઉન્ડમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો