ભાજપ સરકારે જ્વેલરી ઉદ્યોગને આર્થિક બેહાલી તરફ ધકેલ્યો છે
ઇન્સ્પેક્ટર રાજની ભીંસ વધારવાનો કારસો રચ્યો છે : કોંગ્રેસ
કેન્દ્રની ભાજપ સરકારે જેમ્સ-જ્વેલરી ઉદ્યોગ પર એક્સાઇઝ ડયુટી લાદવાનો કરેલો નિર્ણય નાના વેપારીઓ માટે કમરતોડ બોજા સમાન છે. ભાજપ સરકારે ઇનપુટ વિના ૧ ટકો અને ઇનપુટ ક્રેડિટ સાથે ૧૨.૫ ટકાનો એક્સાઇઝ ડયુટીનો બોજો લાદ્યો છે. જેના લીધે આ ઉદ્યોગ પર નભતા ૧ કરોડ જેટલા કારીગરો-સોનીઓને તેમના ધંધામાં ગંભીર ફટકો પડયો છે તેવા નિવેદન સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાજપની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે ‘ જેમ્સ-જ્વેલરી ઉદ્યોગમાં ૧ કરોડ જેટલા કુટુંબો સાથે ૬ કરોડ જેટલા વ્યક્તિઓનો જીવન નિર્વાહ થાય છે. આ ઉદ્યોગ દ્વારા એક અંદાજ અનુસાર દર વર્ષે રૃ. ૩૦ હજાર કરોડનો વેરો સરકારમાં ભરવામાં આવે છે. જેના લીધે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો ઝવેરીઓ દ્વારા એક્સાઇઝ ડયુટીનો વિરોધ કરી છેલ્લા ૩૯ દિવસથી દેશવ્યાપી આંદોલન ચલાવાઇ રહ્યું છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-jwellers-strike4074