નાગપુરમાં દિક્ષા સ્થળે ડૉ. આંબેડકર ૧૨૫મી જન્મ તિથિ ઉજવણી સમારોહ. : 05-04-2016
સમગ્ર દેશમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તે અન્વયે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષ સ્થાને અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના ઉપાધ્યક્ષ પદે કોંગ્રેસ પક્ષ તરફથી ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમ્યાન યોજવામાં આવ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે નાગપુર ખાતે જ્યાં બાબા સાહેબે બૌધ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. તે દિક્ષા સ્થળે તા. ૧૧મી એપ્રિલ, ૨૦૧૬ ના રોજ ભવ્ય સમારોહનું આયોજન થયું છે. જે કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તથા અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી, કારોબારી સભ્યો સંસદસભ્યો સમગ્ર સહિત દેશના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો