નાણાંકીય વર્ષના અંતિમ દિવસે ભાજપ સરકારે ૧૨૦૦ કરોડના ચૂકવણા કરવામાં નિષ્ફળ : 03-04-2016
- ભાજપ સરકારના દેવાળીયા વહીવટથી આર્થિક હાલત ડામાડોળ – તિજોરી તળિયા ઝાટક
- નાણાંકીય વર્ષના અંતિમ દિવસે ભાજપ સરકારે ૧૨૦૦ કરોડના ચૂકવણા કરવામાં નિષ્ફળ
- સૂજલામ સૂફલામ અન્વયે વીજબીલના ૬૨ કરોડ રૂપિયા સરકાર ચૂકવી શકી નહીં.
ભાજપ સરકારના દેવાળીયા વહીવટ, નાણાંકીય ગેરશિસ્ત, બેફામ ખર્ચા, ભ્રષ્ટાચારને લીધે સરકારી તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે અને પ્રજાકીય કામો, વિકાસના કામોના નિયમ મુજબ ચુકવવાપાત્ર ૧૨૦૦ કરોડ રુપિયા નાણાંકીય વર્ષના અંતિમ દિવસે ચૂકવણી થઈ શકી નથી ત્યારે ભાજપ સરકારની આર્થિક નિતિ, બેજવાબદાર વલણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે નાણાંકીય વર્ષના અંતિમ દિવસ ૩૧માર્ચ ના રોજ વિવિધ સરકારી કામો પેટે ચુકવવાપાત્ર ૧૨૦૦ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં નાણાંના અભાવે ચુકવી શકાયા નથી. ગંભીરતા તો એ વાતની છે કે, સૂજલામ-સૂફલામ યોજનાના વીજબીલ પેટેના ૬૨ કરોડ રૂપિયા પણ ચુકવવા સરકાર નિષ્ફળ રહી છે. આ છે ભાજપ સરકારનો દેવાળિયા, ભ્રષ્ટાચાર ગતિશીલ, વાયબ્રન્ટ અને ગુડ ગવર્નન્સનો ઉત્તમ નમૂનો….. !
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો