ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ રાજકીય અખાડા બની જશે : 02-04-2016

  • ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ રાજકીય અખાડા બની જશે – ડૉ. હિમાંશુ પટેલ
  • ભાજપ સરકાર આ પરિષદની સત્તાઓ દ્વારા ભગિની સંસ્થાઓની વિચારધારાનું શૈક્ષણિક – સંશોધન સંસ્થાઓમાં સામ્રાજ્ય સ્થપાશે

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો સુધી પોતાનું રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો કરનાર ભાજપ સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની રચના કરવાનો નિર્ણય લઇ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને મૃતઃપ્રાય કરવાનો કારસો ઘડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આ બાબતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર આ પરિષદ મારફતે રાજ્યની યુનિવર્સિટીઓને રાજકીય અખાડાઓમાં ફેરવવા સાથે કેન્દ્રની એનડીએ સરકારની જેમજ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં આરએસએસનું સામ્રાજ્ય સ્થાપવા માંગે છે. જેનો રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note