ગાંધીનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં વિવિધ ૮ વોર્ડના ઈન્ચાર્જ : 30-03-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજૂરીથી ગાંધીનગર મહાનગરપાલિકાના ૮ વોર્ડના ઈન્ચાર્જની જાહેરાત કરતાં કો-ઓર્ડીનેશન કમીટીના ચેરમેનશ્રી હિંમતસિંહ પટેલે, શ્રી મીહીર શાહ અને શ્રીમતી માયાબેન દવે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં સમાવેશ વિવિધ ૮ વોર્ડના ઈન્ચાર્જમાં ૪ ધારાસભ્યશ્રીઓ અને ૪ પ્રદેશના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. મહાનગરપાલિકામાં જે રીતે વોર્ડમાં ભાજપ શાસકોએ પરિસ્થિતિ ઉભી કરી છે ત્યારે મહાનગરમાં ટેક્ષ ભરતાં નાગરિકોને પુરતી સુવિધા મળે તે માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ચૂંટણી સુધી સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે તે માટે આગેવાનોની નિમણૂંક કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો