વેટ (સેલ્સ ટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતીઓ વેપારીઓ પાસેથી ઉઘાડી લૂંટ : 29-03-2016

ગુજરાતની ભાજપ સરકાર અને તેના વેટ (સેલ્સટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતના વેપારીઓ પાસેથી થતી ઉઘાડી લૂંટ

ભાજપની ગુજરાત સરકાર અને વેટ (સેલ્સટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના વેપારી આલમમાં ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે તેમજ વેપારીઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

ડૉ. હિમાંશુ પટેલ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વેપારી A દ્વારા વેપારી B ને અને વેપારી B દ્વારા વેપારી Cને માલ વેચાણ કરવામાં આવે ત્યારે ટેક્ષ ભરવાની જવાબદારી વેપારી Aની જ રહે છે. વેપારી B અને વેપારી C ને વેપારી A એ ભરેલ વેટ (મૂલ્યવર્ધિત વેરો)ની ક્રેડીટ મળતી હોવાથી તેઓએ માત્ર માલના મૂલ્યમાં જેટલો વધારો થાય તેટલી રકમ પર જ વેરો ભરવાનો થાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note