ગરીબ-મધ્યમ વર્ગને થઈ રહેલાં અન્યાય સામે રાજ્ય વ્યાપી ધારણા

પ્રજા માટે અચ્છે દિન લાવવાના અનેક વાયદા સાથે સત્તામાં આવેલી મોદી સરકાર તેમની સત્તાના દોઢથી પોણા બે વર્ષના કાર્યકાળમાં પ્રજા માટે “અચ્છે દિન” તો દૂર “અચ્છે કલાક” પણ લાવી શકી નથી. આ સરકારે “મોંઘવારીના માર” જેવા સૂત્રો સાથે જે વચનો આપેલ તેના માટે કોઈ પણ પગલાં લેવાને બદલે મધ્યમ વર્ગની બચતના વ્યાજ પર કાપ મૂકીને સરકારે મધ્યમ વર્ગને હળાહળ અન્યાય કર્યો છે. સરકારે છ નાની બચત યોજનામાં વ્યાજ ઘટાડીને ગરીબ-મધ્યમ વર્ગની જીવાદોરી પર તરાપ મારી છે. બીજી તરફ ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો ઝીંકીને મધ્યમ વર્ગની કમર તોડી નાંખી છે. જુદા જુદા રૂપકડાં નામે ટેક્ષ વધારીને પ્રજાના અગંત બજેટ પર કાતર ફેરવી દીધી છે. આ દેશની બેન્કોના નાણાંનું ફુલેકુ ફેરવી જનારાને દેશમાંથી ભગાડી મુકાય છે જ્યારે મધ્યમ વર્ગ લોનનો એકાદ હપ્તો ચૂકી જાય ત્યારે કાનૂનિ કાર્યવાહી થાય છે.  ગરીબ-મધ્યમ વર્ગ વિરોધી સરકારની શાન ઠેકાણે લાવવા માટે કોંગ્રેસ પક્ષ ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું