જનવિરોધી, મધ્યમ વર્ગ વિરોધી ભાજપ સરકાર સામે ધરણાંના કાર્યક્રમ : 28-03-2016
ભાજપ સરકારના સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી પગલાં સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ધરણાં-દેખાવોના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો અને શુક્રવારે નાની બચતોના વ્યાજ પર કાપ એ બંને મધ્યમવર્ગને સીધી અસર કરતાં પગલાં છે. સરકાર ના તો વિદેશમાં રહેલા બ્લેકમની પાછા લાવી શકી કે ના તો બેન્કોનું અબજોમાં કરી નાંખનાર મોટા માથાઓને અંદર કરી શકી….! સુટ-બુટની સરકારે મધ્યમ વર્ગના પેટ પર પાટું માર્યું છે. મોદી સરકારની ખોટી આર્થિક નિતીઓને કારણે દેશની તિજોરી પર આર્થિક બોજો વધી રહ્યો છે. રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. જે રીતે ગુજરાતમાં પોતાના મળતીયાઓને અબજો રૂપિયાની જમીન પાણીના ભાવે આપી દીધી તે મોદી મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવા આગળ વધી રહ્યાં છે. સરકાર પાસે વિરોધ નહીં કરનાર અને મૂંગા મોઢે સહન કરનાર એક માત્ર વર્ગ છે અને તે મધ્યમ વર્ગ છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં અનેક કંપનીઓ ફુલેકું ફેરવીને ભાગી ગઈ છે. સરકારી બેન્કોએ પણ ઓછા બેલેન્સ પર દંડ ફટકારીને મધ્યમ વર્ગને લૂંટ્યો છે. ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી બેન્કોને તે લૂંટનું લાયસન્સ આપી દીધું છે. સરકાર આ નથી જાણતી એમ નથી પણ સરકાર કદાચ લાચાર છે. કોઈ અગમ્ય કારણોસર તે ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી બેન્કો સામે પગલાં લઈ શકતી નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો