ગુજરાત વિધાનસભાની સત્તવાર વેબસાઈટ અપડેટ થતી નથી. : 17-03-2016
આઈ.ટી. પોલીસી, ઈ-ગવર્નન્સ, ડીઝીટલ ઈન્ડીયા, ગાંધીનગર રાજ્યનું પાટનગર, વાઈ-ફાઈ સીટી, આવી અનેક જાહેરાતો કરનાર ભાજપ સરકારના શાસનમાં સરકારી વેબસાઈટ પર અપૂરતી માહિતી, અધુરી માહિતી અને સમયાનુસાર અપડેટ કરવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ પર રાજ્યના પેટાચૂંટણીમાં છેલ્લાં ૧૧ ચૂંટાયેલા ધારાસભ્યોની વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી જે દર્શાવે છે કે, રાજ્ય સરકાર માહિતીની બાબતમાં કેટલી ગંભીર છે ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ૧૧ ધારાસભ્યોની માહિતી વેબસાઈટ પર અપડેટ નથી તેવી વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોમ્પ્યુટરાઈઝેશન, ડીઝીટલ ઈન્ડીયા, ઈ-ગવર્નન્સના નામે કરોડો રૂપિયા ફાળવે છે. રાજ્ય સરકારની વેબસાઈટ અને વિધાનસભાની વેબસાઈટ માટે પણ નિયમ મુજબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે પરતું ગુજરાત વિધાનસભાની વેબસાઈટ પર ૨૦૧૨માં ચૂંટાયેલા ધારાસભ્યોની વિગત તપાસતા ૧૧ વિધાનસભા ક્ષેત્રમાંથી ૨૨મી મે, ૨૦૧૪ ના રોજ સંસદ સભ્ય તરીકે ચૂંટાતા પોતાનું વિધાનસભા પદ પરથી રાજીનામુ આપ્યું છે. ત્યારબાદ ૧૧ વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૧૪ માં યોજાયેલ અને નવા ધારાસભ્યશ્રીઓ પણ ચૂંટાઈને ધારાસભ્ય તરીકેના શપથ લીધ પણ નવાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓનો ૨૦ મહિના જેટલો સમય થયો હોવા છતાં તેમને લગતી વિસ્તૃત માહિતી વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો