ઐતિહાસિક દાંડીયાત્રાની ૮૬મી સ્મરણાંજલી દાંડીયાત્રા નિમિતે પદયાત્રા
વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રા દ્વારા મહાત્મા ગાંધીએ દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. ઐતિહાસિક દાંડીયાત્રાની ૮૬મી સ્મરણાંજલી દાંડીયાત્રા નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા આજરોજ સવારે ૦૯-૦૦ કલાકે સ્મરણાંજલી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્મરણાંજલી પદયાત્રા મહારેલી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી, સ્મરણાંજલી અર્પી પદયાત્રા શરૂ કરી કસ્તુરબા, કોચરબ સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના મુખ્યસંગઠકશ્રી મહેન્દ્ર જોષીજી, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના પ્રભારી મંત્રીશ્રી પ્રતાપનારાયણ મિશ્રા,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવ, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ચેતન રાવલ, પ્રદેશ સેવાદળના મુખ્યસંગઠકશ્રી મંગલસિંહ સોલંકી અને કોંગ્રેસ સેવાદળના પ્રદેશ પદાધિકારી, ગુજરાતના કોંગ્રેસ સેવાદળના સૈનિકો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પદયાત્રામાં જોડાયા હતા.