ગુજરાત યુનીવર્સીટી વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં જાહેર કરાયેલ મતદાર યાદીમાં ગોટાળો.. : 08-03-2016
ગુજરાત યુનીવર્સીટી વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં જાહેર કરાયેલ મતદાર યાદીમાં ગોટાળો કરવામાં આવેલો છે. ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ યુનીવર્સીટી એક્ટનું પાલન કરતાં નથી. ભાજપના સીન્ડીકેટ સભ્યો દ્વારા અને ભાજપની વિદ્યાર્થી પાંખને લાભ થાય તે દિશામાં કુલપતિ અને ચૂંટણી ઓફિસર કામ કરી રહ્યા છે. જાહેર કરાયેલા મતદાર યાદીમાં થયેલ ગોટાળાના વિરોધમાં આજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ગુલાબસિંહ રાજપૂત અને ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્યસિંહ ગોહિલની આગેવાનીમાં “વિદ્યાર્થી સંઘર્ષ યાત્રા” સાથે યુનીવર્સીટીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ત્રણ કલાક સુધી યુનીવર્સીટી કેમ્પસમાં ભારે સુત્રોચ્ચાર જેવા કે, “અમારો હક્ક, મતદાનનો હક્ક”, “કુલપતિ હટાવો, યુનીવર્સીટી બચાવો” સાથે કુલપતિને રજૂઆત કરીને નીચેના ૮ (આઠ) મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો