ચિલોડા-લિંબડીયા હાઈવે પર અકસ્માતોની હારમાળા અંગે. : 05-03-2016

  • ભાજપને પ્રજાના જીવથી વધુ મતોનું રાજકારણ ખેલી રહ્યું છે.

સત્તામાં આવ્યા બાદ રાજકીય કિન્નાખોરી દાખવી ગાંધીનગર ખાતેના ચિલોડા થી-લિંબડીયા સુધીનો રોડ પહોળો કરવામાં આવતો નથી તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, જયપુરથી ચિલોડા સુધીનો માર્ગ બનાવી દેવામાં આવ્યો પરંતુ જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતા એવા ગાંધીનગર ખાતેના ચિલોડા, પ્રાંતિયા, બુટાકિયા, રામપુરા, લવારપુર, પાલજ, ડભોડા, આનંદપુરા, જેઠીપુરા, પ્રભુપુરા, ફિરોઝપુર, વલાદ, ગોળવંટા, લીંબડિયા તેમજ કરાઈ સહિત ગામો આવેલા છે આ ગામો પહેલેથી કોંગ્રેસનો ગઢ ગણાતા હોવાથી ભાજપના સત્તાવાળાઓ રાજકિય કિન્નાખોરી દાખવી આ રોડને પહોળો કરવામાં આવતો નથી જેના કારણે ચિલોડા-થી લિંબડીયા સુધીના નેશનલ હાઈવે નં. ૮ પર છેલ્લા બે વર્ષમાં ૭૦ થી વધુ વ્યક્તિઓના વાહન અકસ્માતમાં મોતને ભેટ્યા છે. પરંતુ આ રસ્તા પર અકસ્માતો જાણે પંરપરા બની ગયા હોય તેમ એકાંતરે અકસ્માતમાં માનવ જીંદગી હોમાઈ રહી છે. રસ્તો પહોળો કરવા ૧૫ થી વધુ ગામના સરપંચો સહિત ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો પણ કરાઈ છે પરંતુ ભાજપ સરકાર દ્વારા રસ્તાને પહોળો કરવા માટે ઉંચો કાન કરવામાં આવતો નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note