જર્ક અને GRCCને માલિક બનાવીને સરકાર જનતાને મન ફાવે તેમ લૂંટી શકે નહીં-વાઘેલા
રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટ પર પ્રતિભાવ આપતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અન્ય રાજયોમાં સોલર ઉર્જા પાંચ રૂપિયે,સાત રૂપિયે મળતી હોય ત્યારે ગુજરાતમાં વગર ટેન્ડરે સૌર ઉર્જા રૂ. 16 ખરીદીને પ્રજાના પૈસા લૂંટીને સરકાર કોને આપી રહી છે તેવો વેધક પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો હતો. સરકાર જી.આર.સી. અને જર્કને માલિક બનાવીને ચાલે તેમ ચલાવી લેવાશે નહીં, સોલર ઉર્જા ખરીદવાના મુદ્દે ઘારાસભ્યોનની એક કમિટી બનાવવી જોઇએ અને આ કમિટીનો તપાસ અહેવાલ ગૃહમાં મુકાવવો જોઇએ તેવી માગણી તેમણે કરી હતી.
– સોલર ઉર્જા વગર ટેન્ડરે રૂ. 16માં ખરીદવાના મુદ્દે તપાસ થવી જોઇએ તેવી વિરોધ પક્ષના નેતાની માગ
– ગુજરાતના ગ્રોથ એન્જીન કહીંએ છીએ પણ અનાજ ઉત્પાદનમાં 20 લાખ ટનનો ઘટાડો થયો છે: શંકરસિંહ વાઘેલા
– ગુજરાતના ગ્રોથ એન્જીન કહીંએ છીએ પણ અનાજ ઉત્પાદનમાં 20 લાખ ટનનો ઘટાડો થયો છે: શંકરસિંહ વાઘેલા
વિધાનસભા ગૃહમાં પોતાની આગવી શૈલીમાં બોલતા વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાતનું વિકાસ ગ્રોથ એન્જીન રીવર્સ ચાલે છે. વિકાસ બેકારીનો થયો છે. પ્રજાનું દેવું બે લાખ કરોડ સુધી પહોંચતા નાણાંકીય શીસ્ત સરકાર જાળવી શકી નથી. રાજયમાં દારૂડિયાઓ અને દર્દીઓનો વધારો થતા સરકાર દવા અને દારૂનો વિકાસ કરી શકી છે તેવું પ્રતિપાદિત થયું છે. શિક્ષણમાં ડ્રોપ આઉટનો વિકાસ, મારા-મારી, ખૂના મરકી અને તૂટતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિનો વિકાસ,ગાયોની કતલનો વિકાસ થયો છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-sankarsih-vaghela-question-on-solar-energy-price-in-gujarat-5265411-NOR.html