કુલપતિ વિદ્યાર્થીના પ્રશ્નો હલ ના કરી શકતા હોય તો પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે કુલપતિને રજૂઆત માટે એન.એસ.યુ.આઈ.ના ૧૦૦ જેટલા કાર્યકરોએ આંદોલન કર્યું હતું. તા.૨૮/૦૨/૨૦૧૬ના રોજ થનારી તમામ પરીક્ષા પાછી લઈ જવા તથા પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી તે બાબતે સવારે ૧૧-૩૦ થી ૨-૩૦ સુધી સતત ૩ કલાક કુલપતિના ઓફિસની બહાર વિદ્યાર્થીના ન્યાય માટે સુત્રોચ્ચાર કરી માંગણી કરવામાં આવી હતી. પણ બેદરકાર કુલપતિ ત્રણ કલાક સુધી પોતાના ચેમ્બરમાં રજૂઆત માટે જવા દીધા ન હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવાને બદલે પોતે જવાબદારીમાંથી છટક્યા હતા. એન.એસ.યુ.આઈ. ત્રણ કલાક સુધી રજૂઆત માટે કેબીન બહાર સુત્રોચ્ચાર તથા આંદોલન કર્યો હતો. છેવટે કુલપતિ બહાર ન આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિની કેબીનને તાળાબંધી કરી હતી તથા યુનીવર્સીટીના તમામ દરવાજાને બહારથી તાળા મારી તાળાબંધી કરી હતી. જો પરીક્ષાઓ પાછી લઈ જવામાં નહિ આવે, પરિણામો જાહેર કરવામાં નહિ આવે તો એન.એસ.યુ.આઈ. દ્વારા ઉપવાસ આંદોલન કરવાનું ઉચ્ચારવામાં આવ્યું હતું. જો કુલપતિ વિદ્યાર્થીના પ્રશ્નો હલ ના કરી શકતા હોય તો પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનું જણાવવામાં આવ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note