રાજ્યના શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની ભ્રષ્ટાચારી નિતી

  • શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની ભ્રષ્ટાચારી નિતીને લીધે માન્યતા વગર બી.બી.એ. ની ડિગ્રી આપતી શાંતિ બીઝનેશ સ્કૂલ સહિતની સંસ્થાઓ સામે કોઈ પગલાં ભરાતા નથી.
  • માન્યતા વગર ચાલતી સંસ્થાઓ સામે પગલાં ભરવાની ફરજ રાજ્ય સરકારની છે. કમનસીબે ભ્રષ્ટાચારી વલણ અને રાજકીય આશયથી આવી સંસ્થાઓ પગલાં ભરવામાં પાછી પાની કરતી ભાજપ સરકાર.

રાજ્યના શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની ભ્રષ્ટાચારી નિતીને લીધે માન્યતા વગર બી.બી.એ. ની ડિગ્રી આપતી શાંતિ બીઝનેશ સ્કૂલ સહિતની સંસ્થાઓ સામે કોઈ પગલાં ભરાતા નથી. પરિણામે મધ્યમવર્ગના વિદ્યાર્થી-વાલીઓ ફી ભર્યા પછી હેરાન થઈ રહ્યાં છે. અને કારકિર્દી માટે ચિંતામાં આવી ગયા છે. શાંતિ બિઝનેશ સ્કૂલની બીબીએ અભ્યાસક્રમની જેમ રાજ્યમાં માન્યતા વગર સવિનય ધરાવતી સંસ્થાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકો સાથે ઘરોબો ધરાવતા અગ્રણી બિઝનેશ ગ્રુપ દ્વાર ચલાવવામાં આવતી શાંતિ બિઝનેશ સ્કૂલ બીબીએ અભ્યાસક્રમ માટે રાજ્યની  એક પણ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી નથી. સાથોસાથ રાજ્યની કેન્દ્રની કોઈ પણ ઓપન યુનિવર્સિટીએ આ પ્રકારના અભ્યાસક્રમની મંજૂરી આપી નથી. વિદ્યાર્થીઓને મોટા મોટા સપનાં દેખાડીને ઉંચી ફી વસૂલતા આ સંચાલકો મધ્યમવર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note