બજેટ ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી વધારનારું: કોંગ્રેસ

નર્મદા યોજના માટે મીર માર્યો હોય તેવો દેખાડો
રાજ્યની મહત્વાકાંક્ષી નર્મદા યોજના પૂર્ણ કરવા માટે સરકાર બેદરકારી દાખવી રહી હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે કરી આકરી ઝાટકણી કાઢી છે. નર્મદા યોજના 2010માં પૂરી કરવાનો દાવો કરતી ભાજપ સરકારે આ વર્ષે બજેટમાં માત્ર રૂ. 50 કરોડનો વધારો કરી જાણે મીર માર્યો હોય તેમ રૂ. 9050ની જોગવાઈ કરી ગૌરવ લઈ રહી છે. હકીકતમાં જોગવાઈ ત્રણ વર્ષથી થતી આવે છે. આ યોજના પૂર્ણ કરવા માટે સરકાર ગંભીર ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

કેન્દ્રની જેમ ગુજરાત સરકારનો પણ યુપીએની યોજનાનો આધાર લઈ યુ-ટર્ન: વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા

બજેટની જાહેરાત માટે નાણાંની ફાળવણી કરાતી નથી: શક્તિસિંહ ગોહિલ

— ગુજરાતની ભાજપ સરકારે રજૂ કરેલા બજેટમાં અગાઉના વર્ષોમાં આપેલાં વચનોને દોહરાવવીને સામાન્ય અને મધ્યમ વર્ગ સામે ભ્રમજાળ ઊભી કરવાનો એક પ્રયત્ન હોવાનું જણાવતા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ બજેટને ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેકારી વધારનારું ગણાવ્યું છે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે બજેટને સંપૂર્ણ અવાસ્તવિક ગણાવી બજેટમાં જોગવાઈ સામે નાણાંની જોગવાઈ ન કરીને માત્ર શબ્દોની માયાજાળ સમાન ઠેરવ્યું છે. કેન્દ્રની ભાજપ સરકારની જેમ રાજ્યની ભાજપ સરકારે યુપીએ સરકારની યોજનાઓનો આધાર લઈને યુ-ટર્ન લીધો હોવાનું જણાવી કોંગી નેતાઓએ બજેટને વખોડ્યું છે.

http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/gujarat-congress-says-state-govt-budget-will-increase-corruption-inflation/articleshow/51113639.cms