PM અને CM ના વ્યક્તિગત સમારોહમાં ભીડ એકત્ર કરવા સરકાર વહીવટી તંત્રનો દુરપયોગ ન કરી શકે : 19-02-2016
- PM અને CM ના વ્યક્તિગત સમારોહમાં ભીડ એકત્ર કરવા સરકાર વહીવટી તંત્રનો દુરપયોગ ન કરી શકે.
- ભાજપની પોલ ખૂલી- સમારંભમાં લોકો એકત્ર થતા નથી એટલે જિલ્લા કલેક્ટરોને આદેશ મળે છે: પહેલાં ગુજરાત અને હવે મધ્યપ્રદેશ: કોંગ્રેસ
ગુજરાતમાં ભાજપની જેવી પોલ ખુલી હતી તેવી પોલ હવે આખા દેશમાં ખુલી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 13 વર્ષ શાસન કર્યું હતું અને તેમની સભાઓમાં ભીડ એકત્ર કરવા વહીવટી તંત્રનો દુરપયોગ કર્યો હતો તેવો દુરપયોગ હવે બેફામ બનીને તેઓ આખા દેશમાં કરી રહ્યાં છે, જે અયોગ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલની પણ એવી રાજકીય તાકાત નથી કે તેમની કોઇપણ સભામાં તેઓ ભીડ એકત્ર કરી શકે, તેથી તેઓએ પણ મોદીની જેમ રાજ્યના વહીવટી તંત્રનો તેમજ જિલ્લા વહીવટી તંત્રનો દુરપયોગ કરવાનું શરૂ કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો