ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકારે મનરેગાના શ્રમિકોનું ચુકવણું અટકાવ્યું : કોંગ્રેસ
ભાજપ સરકાર પાસે ઉત્સવો પાછળ ખર્ચવા માટે કરોડો રૂપિયા છે પરંતુ મનરેગામાં કામ કરતા ગરીભ શ્રમિકોને ચૂકવવાના નાણાં ન હોવાથી ચૂકવણું બંધ કરવા આદેશ કરાયો છે. રાજ્ય સરકારની અણઆવડત, બેફામ ખર્ચા-ભ્રષ્ટાચાર અને નાણાકીય શિસ્તને અભાવે રાજ્ય નાદારીની સ્થિતિમાં આવી ગયું છે અને અનેક સામાજિક સુરક્ષાની યોજનાઓ અટવાઈ પડી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા અને મહામંત્રી નિશિત વ્યાસે કર્યો છે. ગ્રામવિકાસ વિભાગના નાયબ કમિશનર ડી.એસ.ગઢવીની સહીથી બહાર પડાયેલાં આદેશને ટાંકીને કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, મનરેગા માટે કેન્દ્રીય ફંડ આવ્યું ન હોવાથી શ્રમિકોને ચૂકવવાના થતા તેમજ નવા કામ માટે નાણાં ન હોવાથી ચૂકવણી સ્થિગત કરવી. આ અંગેનું ફંડ જ્યાં સુધી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી કોઈ નવા કામના આદેશ આપવા નહીં એવી સત્તાવાર સૂચના જિલ્લા અધિકારીઓને આપવામાં આવી છે. રાજ્ય સરકારને બીજા હપ્તા પેટે રૂ. 300 કરોડ લેવાના થાય છે.
http://epaper.navgujaratsamay.com/details/8311-25770-2.html