ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના કરમાઠીયા ખાતે પવન ઉર્જા (વિન્ડ ફાર્મ) : 12-02-2016
ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના કરમાઠીયા ખાતે પવન ઉર્જા (વિન્ડ ફાર્મ) માટે ખાનગી કંપનીને રાજ્ય સરકારે ૧૮ હેક્ટર જમીન ફાળવણી કરી છે. જેમાંથી ૫ હેક્ટર જમીન વન વિભાગમાં સમાવેશ થાય છે. જયારે ૫ હેક્ટર જમીન ગૌચરની છે. ખાનગી કંપનીને ખોટી રીતે ફળવાયેલ ગૌચર અને વન વિભાગની જમીન સામે ગામના નાગરિકોએ કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને કલેકટરના હુકમ સામે જબરદસ્ત વિરોધ કર્યો હતો. ખાનગી કંપનીના હિત સાચવવા માટે સરકારના ઈશારે પોલીસે ખોટી રીતે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને ગ્રામજનો પર લાઠીચાર્જ કર્યો હતો. કોંગ્રેસ પક્ષના સ્થાનિક અગ્રણીશ્રી મુન્નાભાઈ રબારીકા, હરપાલસિંહ ગોહિલ સહિતની ધરપકડ કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો