ભાજપ સરકારની અણઆવડતને લીધે સરકારી તિજોરી તળિયા ઝાટક : 12-02-2016
- ભાજપ સરકારની અણઆવડતને લીધે સરકારી તિજોરી તળિયા ઝાટક
- નાણાંકીય આયોજન-નાણાંકીય શિસ્તના અભાવે સામાજીક સુરક્ષાની અનેક યોજનાઓ અટકી પડી
- સરકારની નાદારી કહેવાય કે ગરીબો પ્રત્યેની ધૃણા, ખોટા ખર્ચા માટે બોર્ડ-કોર્પોરેશનમાંથી રૂપિયા લઈ આવતી સરકાર પાસે સ્થાનિક રોજગારી આપતી મનરેગાના રૂપિયા નથી.
- સરકાર પાસે ઉત્સવોના રૂપિયા છે પણ ગરીબ શ્રમિકોના પેમેન્ટ અટકાવી દીધા, કામ બંધ કર્યા
ભાજપ સરકારની અણઆવડત, બેફામ ખર્ચા, ભ્રષ્ટાચાર નાણાંકીય આયોજન-નાણાંકીય શિસ્તના અભાવે સરકારી તિજોરી તળિયા ઝાટક અને સામાજીક સુરક્ષાની અનેક યોજનાઓ અટકી પડી છે. સ્થાનિક કક્ષાએ ૧૦૦ દિવસની રોજગારીનો અધિકાર આપતી મનરેગા માટે રૂપિયા નથી. તેની પાછળ ભાજપ સરકારની ગરીબ વિરોધી માનસિકતા-નીતિ જવાબદાર હોય તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉત્સવોમાં પ્રતિવર્ષ ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે પરંતુ ગરીબ શ્રમિકોને આપવા માટેના રૂપિયા સરકાર પાસે નથી. આવી નાદારી ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારે નોંધાવી નથી. ગુજરાત સરકાર પાસે ઉત્સવોના રૂપિયા છે પરંતુ ગરીબ શ્રમિકોને આપવાના રૂપિયા નથી. ગુજરાત સરકારે સત્તાવાર નાદારી જાહેર કરીને એવું કહ્યું છે કે મનરેગા યોજનાનું બાકી પેમેન્ટ નહિ કરવું તેમજ આ યોજના બીજો આદેશ ન મળે ત્યાં સુધી ચાલુ નહિ કરવી. રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશ્નરે આવો ફતવો બહાર પડ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો