ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડવાની જાહેર પરિવહન વ્યવસ્થા ભાજપ શાસનમાં પડી ભાંગી છે.

નવસારી-બારડોલી રોડ ઉપર એસ.ટી. બસ પુલ પરથી પૂર્ણા નદીમાં પડતા ૪૨ મુસાફરોના કરુણ મોત નીપજ્યા હતા ત્યારે રાજ્યના વાહન-વ્યવહાર મંત્રીએ એસ.ટી. નિગમ હવેથી દર વર્ષે ૧૦૦૦ નવી બસો ખરીદશે. સાડા આંઠ લાખ કિલોમીટર ફરી ચુકેલી બસોને દુર કરવામાં આવશે. અને આ નિર્ણય ગંભીરતાથી કરવામાં આવ્યો છે. આ નિવેદન એ તત્કાલીન મોદી સરકારની જાહેર વાહન-વ્યવહાર પ્રત્યેની બેદરકારી, ગંભીરતાનો અભાવ અને મોદી મોડેલની નિષ્ફળતા અંગેનું સ્વીકારનામું હોય તેમ પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડવાની જાહેર પરિવહન વ્યવસ્થા ભાજપ શાસનમાં પડી ભાંગી છે. એસ.ટી. નિગમના ૧૨૫ ડેપો, ૧૬ ડીવીઝન માટે ૮૦૦૦ બસો ઉપલબ્ધ છે. પણ હકીકતમાં ગ્રામ્ય વિસ્તારના લગભગ ૪૦૦૦ કરતાં વધુ રૂટો ભાજપ સરકારે બંધ કરી દીધા છે. અનેક ગામોમાં શહેર તરફ આવવા માટે છકડા અને જીપ અકસ્માતના ભય વચ્ચે મોટા પાયે ફરી રહ્યા છે. નવસારી-બારડોલી રોડ પર તાજેતરના અકસ્માતમાં ૪૨ જેટલા મુસાફરોના કરુણ મોત થયા. અગાઉ પ્રવાસી બસોમાં પણ અકસ્માતોની ઘટના બની રહી છે. એફ.એસ.એલ.ની ટીમે સમગ્ર અકસ્માત માટે એસ.ટી.ની બસો તેની મર્યાદા કરતાં વધુ કિલોમીટર ફરી છે, બસની બોડી-બિલ્ડીંગ પણ તપાસનો વિષય છે, તકલાદી હતી, રાજ્યમાં એસ.ટી.નિગમ તરફથી સત્તાવાર રીતે જણાવ્યા મુજબ ૯ ટકા બસ જ તેની મર્યાદાથી વધુ કિલોમીટર (ઓવરએજ) ફરી ચુકી છે. ત્યારે મંત્રીશ્રી દર વર્ષે ૧૦૦૦ બસ ખરીદવાની જે વાત કરે છે, તે દરેક ઘટના-અકસ્માત પછી ભાજપ શાસનની જાહેરાત જેવું છે કે શું ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note