શહિદ જવાન હનુમંતાને શ્રદ્ધાસુમન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
સિયાચીન-ગ્લેશીયર ખાતે સપડાયેલાં જવાનો પૈકી ૬ જવાનો સ્થળ પર શહિદ થયા હતા અને ૧ વીર જવાન હનુમંતા બરફની ચટ્ટાનમાંથી જીવતાં બહાર આવ્યા હતા. તાકીદે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર દેશ આ વીર જવાનને જિંદગી ફરીથી મળે તે માટે પ્રાર્થના કરી પણ અંતે વીર જવાન હનુમંતાનું દુઃખદ નિધન થયું. શહિદ જવાન હનુમંતાને શ્રદ્ધાસુમન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કુદરતની વિષમ કટોકટીમાંથી વીર જવાનો લડત આપે છે. કોંગ્રેસ પક્ષ વીર જવાન શહિદ હનુમંતાને સલામ કરે છે અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો