સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બદલો લેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ખેડૂતોને નર્મદાના પાણી બાબતે નોટિસો, ધાકધમકી : 10-02-2016

  • વર્તમાન સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બદલો લેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ખેડૂતોને નર્મદાના પાણી બાબતે નોટિસો, ધાકધમકી આપી ત્રાસ આપી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન ગુજરાતની ભાજપ સરકાર ઘણાં વર્ષોથી સત્તામાં હોવા છતાં નર્મદા યોજનાનું માઈનોર કેનાલનું કામ જે ૪૮૦૦૦ કિ.મી.ની નહેરોના અભાવે નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચતું નથી અને સમુદ્રમાં જ વહી જાય છે ત્યારે વર્તમાન ભાજપના શાસકોને ગુજરાતની પ્રજાએ મતના માધ્યમથી જાકારો આપ્યો ત્યારે બદલો લેવા રાતોરાત ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને હેરાન, ભયભીત કરવા નર્મદા ઓથોરીટી દ્વારા ગામડાંઓમાં ખેડૂતોને નોટિસો આપી ધાક ધમકી આપવામાં આવી છે કે, હવે જો નર્મદા કેનાલમાંથી પાણી લેશો તો તમારા પર ફોજદાર કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે. ભાજપ સરકાર છેલ્લા વર્ષોમાં ૧૦૦ મીટર, ૧૧૦ મીટર કે ૧૨૧ મીટર બંધની ઉંચાઈના નામે મસમોટી વાતો, ઉજવણીઓ, જાહેરાતો કરી રહી હતી પરંતુ હકીકતો જોઈએ તો જેટલો લાભ ગુજરાતના ખેડૂતોને મળવો જોઈએ તે નથી મળ્યો ઉલટાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હારનો બદલો લેતી હોય તેમ ખેડૂતોને રાતો રાત નોટિસો આપવાની પ્રક્રિયા દ્વારા હવે ખેડૂતોએ વર્તમાન ભાજપના શાસનમાં નર્મદા કેનાલ એ માત્ર આપઘાત કરવાના હેતું માટે બનાવી હોય તેવું પ્રજા અનુભવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note