ભાવિક સોલંકી – NSUI : 09-02-2016
રાજ્યની સૌથી મોટામાં મોટી સૌથી જૂની ગુજરાત યુનિવર્સિટી અને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં મોટા પાયે અધ્યાપકો વર્ગ – 3 અને 4 ના કર્મચારીઓની મોટાપાયે ખાલી જગ્યાઓને લીધે ઉચ્ચ શિક્ષણને અને ખાસ કરીને પ્રવેશ, પરિક્ષા, પરિણામ અને પદવીદાન પર ગંભીર અસર પડી રહી હોવાનો વિગતો સાથે આક્ષેપ કરતાં એન.એસ.યુ.આઈ. ના અમદાવાદ શહેર જિલ્લાના ઉપપ્રમુખશ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં સંલગ્ન ભવનોમાં વિવિધ વિષયોના કુલ અધ્યાપકોમાંથી માત્ર 120 ની જગ્યા ભરાયેલ છે અને 90 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. યુનિવર્સિટીમાં વર્ગ-1 ની 233 જગ્યામાંથી 109 જગ્યાઓ લાંબા સમયથી ખાલી જગ્યાઓ છે. જ્યારે વર્ગ – 2 ની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. વર્ગ – 3 ની 242 જગ્યાઓમાંથી 100 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. વર્ગ – 4 ની 228 જગ્યાઓમાંથી 180 લાંબા સમયથી ખાલી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો