NRI ની આત્મહત્યા અંગે : 08-02-2016

  • વિદેશમાં બનતી રોજબરોજ અસંખ્ય ઘટનાઓ પ્રત્યે કેન્દ્રની ભાજપ સરકારે શ્રધ્ધાંજલી કે વિદેશ નિતીમાં બે શબ્દ બોલવાની કે આશ્વાસન આપવાનો પણ સમય નથી ત્યારે વિદેશમાં વસતાં નાગરિકો માટે ચિંતાનું આભ ફાટ્યું છે.

વિદેશમાં ગુજરાતીઓ પર હત્યાના વધતા બનાવો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, વર્તમાન ગુજરાતના પ્રશ્નો રોજબરોજ કઠીન બનતા જાય છે તેવી જ રીતે વિદેશોમાં પણ વસતા ગુજરાતીઓની પણ હાલત કફોડી બનતી જાય છે. અમેરીકા, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં ગુજરાતીઓ પોતાના પરિવારોને છોડી રોજગારી-શિક્ષણ મેળવવા જાય છે પરંતુ હાલની કેન્દ્ર સરકારની ઉપેક્ષાના કારણે વિદેશમાં રહેતા ગુજરાતીઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે અને નિરંતર રોજબરોજ ગુજરાતીઓ પર જીવલેણ હુમલાઓ બનતા જાય છે. જેમાં અનેક ગુજરાતીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને બાકીના ભયભીત અને અસલામતી અનુભવીને રોજબરોજ પોતાનું જીવન વિતાવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note