ઘાટલોડિયામાં Urban Health Centre ના આજદિન સુધી દરવાજા બંધ : 05-02-2016
- મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં Urban Health Centre નું ૨૦૧૨માં મુખ્યમંત્રીના જ હસ્તે થયેલ ઉદઘાટન પરંતુ તેના આજદિન સુધી દરવાજા બંધ : કોંગ્રેસ
- મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં ટી.પી.-૨માં ચાણક્યપુરી રેલ્વે ઓવરબ્રીજ બનવાથી ૧૨ મીટરના રોડની જગ્યા છીનવી પ્રજા સાથે છેતરપીંડી અને ભારે હાલાકી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ઘાટલોડિયા Urban Health Centre નું સને ૨૦૧૨માં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદઘાટન થયું હતું ત્યારથી આજદિન સુધી દવાખાનાના દરવાજા ખુલતાં નથી અને આ દવાખાનું ક્યાં છે તેને લગતું જાહેર બોર્ડ પણ મુકવામાં આવતું નથી. આ દવાખાનાના પાછળના ભાગમાં મધ્યમવર્ગની પ્રજા વસે છે અને અનેક સોસાયટીઓના રહીશો રહે છે. તેમ છતાં આ ૧૨ મીટરના રોડ ઉપર આવેલ દવાખાનાનો ઉપયોગ જાહેર જનતા સાચા અર્થમાં લઈ શકતી નથી શું આ વિકાસ કહેવાય ? આ Urban Health Centre ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દરરોજના ત્રણ સિક્યુરીટી ગાર્ડનો પગાર પણ કોર્પોરેશન ચુકવે છે. તેમ છતાં આ દરવાજો બંધ રાખવાનો હેતુ સમજાતો નથી. જ્યારે વર્તમાન સરકારનું ઉત્તમ ઉદહારણ ઉદઘાટનો, ફોટોસેસન, મેળાવડા જેવા કાર્યક્રમો કરીને ભૂલી જવું તે જ માત્ર ઉદ્દેશ દેખાઈ રહ્યો છે, આમ પ્રજાકીય સુવિધાઓ આપવામાં આ સરકારને કોઈ રસ નથી તે સ્પષ્ટ થાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો