મહારાષ્ટ્ર, રાજસ્થાને ગુજરાતને સોલાર ઊર્જામાં પછાડ્યું : કોંગ્રેસ
– બંને રાજ્યને નંબર-1 બનાવવાનો યશ અગાઉની કોંગ્રેસ સરકારને
ગાંધીનગર : ગુજરાત સૌરઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં દેશમાં મોખરે અને મોડેલ સ્ટેટ હોવાના ભાજપ સરકારના દાવા ખોટા સાબિત થયા છે. અગાઉની કોંગ્રેસ સરકારની દૂરંદેશીને કારણે સૌરઊર્જામાં રાજસ્થાન અને ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર મોખરે હોવાનો દાવો કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે કર્યો હતો. ‘એ કોમ્પિટિટિવ એનાલિસિસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ઇન સ્ટેટસ’ પર કરેલા અભ્યાસ બાદ એસોચેમે ભારતનાં 21 રાજ્યમાં 5 વર્ષમાં ઔદ્યોગિક વિકાસના આંકડા રજૂ કર્યા છે, જેમાં ગુજરાત બીજા ક્રમે ધકેલાયું છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે.
ઔદ્યોગિકીકરણ અને સોલારમાં ગુજરાત નંબર વન હોવાના દાવા કરતી ભાજપ સરકારના દાવા ખોટા પડ્યા છે. વ્યાસે દાવો કર્યો હતો કે કોંગ્રેસની અગાઉની સરકારે દૂરંદેશી યોજનાઓ બનાવતાં રાજસ્થાનમાં સોલાર ડેવલપમેન્ટમાં એન્જિનની ભૂમિકા ભજવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની અગાઉની સરકારે ચતુરાઇભરી નીતિ અપનાવતા મહારાષ્ટ્ર ઉદ્યોગોમાં નંબર વન બની ગયું છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-maharashtra-and-rajasthan-overtake-gujarat-in-solar-energy-5237933-NOR.html