ફૂડ સિક્યોરિટી બિલનો અમલ ન થતાં 3 કરોડ લોકો લાભથી વંચિત : કોંગ્રેસ

કેન્દ્ર સરકારની યુપીએ સરકારે વર્ષ 2013માં ફૂડ સિક્યોરિટી બિલ (ખાદ્ય સુરક્ષા કાયદો) અમલમાં મૂક્યા પછી તમામ રાજ્યોને તેના લાભ નાગરિકો સુધી 180 દિવસમાં એટલે કે છ મહિનામાં પહોંચાડવાની તાકીદ કરી હતી.આમ છતાં ગુજરાત સરકારે તેનો સમયસર અમલ ન કરતા રાજ્યના ત્રણ કરોડ લોકોને તેનો લાભ મળી શક્યો નથી તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કર્યો છે. તેમના મુજબ કાયદા હેઠળ મળવાપાત્ર લાભ હજી સુધી લોકો સુધી પહોંચી શક્યા નથી.
– ફૂડ સિક્યોરિટી બિલનો અમલ ન થતાં 3 કરોડ લાભથી વંચિત
– સરકારે 180 દિવસમાં અમલ કરવા કહ્યું હતું: કોંગ્રેસ
– ‘કાયદાનો અમલ કરવામાં સરકારે બેદરકારી દાખવી’
– ‘રાજ્યમાં 55 ટકા મહિલા, 45 ટકા બાળકો કુપોષિત’
તેમના જણાવ્યાનુસાર, ગુજરાતની ભાજપ સરકારે એક બાજુ વિવિધ જાહેરાતો માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, બીજી બાજુ ગુજરાતની ગરીબ અને મધ્યમ વર્ગની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવેલો ખાદ્ય સુરક્ષા કાયદાનો અમલ કરવાનું ગોકળ ગાયની ગતિએ કામ કરી રહી છે. રાજ્ય સરકારની બેદરકારીને કારણે રાજ્યના 54 ટકા લોકો એટલે કે ત્રણ કરોડ લોકોના મોંઢામાંથી અન્નનો કોળિયો ઝૂટવાઈ ગયો છે.  આ કાયદાથી દેશના ગ્રામ્ય વિસ્તારના 75 ટકા અને શહેરી વિસ્તારના 50 ટકા મળીને સરેરાશ 67 ટકા વસતીને લાભ મળવાનો છે.http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-over-3-crore-people-affected-by-food-security-bil-claims-congress-5236969-NOR.html