20 લાખને રોજગારી મળશે પરંતુ 5 વર્ષ પછી 50 હજારને પણ રોજગારી મળી નથી – નિશીત વ્યાસ : 30-01-2016

  • ભાજપ સરકારનો દાવો હતો કે ૨૦ લાખને રોજગારી મળશે પરંતુ ૫ વર્ષ પછી ૫૦ હજારને પણ રોજગારી મળી નથી

ગુજરાતે ઔદ્યોગિક વિકાસથી પેદા થનારી નોકરીઓમાં પીછેહટ કરી હોવાનું પ્રમાણપત્ર દેશ અને દુનિયાની નામાંકિત સંસ્થાઓ આપે છે છતાં રાજ્ય સરકાર નંબર વન ના દાવા કરી રાજ્યના યુવાનોને ભરમાવતી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2011માં જ્યારે પાંચમુ વાયબ્રન્ટ થયું હતું ત્યારે સરકારે રાજ્યમાં 20 લાખ નવી રોજગારીની તકોનું સર્જન થશે તેમ કહ્યું હતું પરંતુ પાંચ વર્ષ પસાર થવા છતાં 50 હજાર યુવાનોને પણ રોજગારી મળી શકી નથી. અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર પ્રણવ બર્ધને ભારતની નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર તેમજ ગુજરાતની આનંદીબહેનની આંખો ખોલતો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતનો વિકાસ માત્ર કાગળ પર દેખાય છે. ગુજરાતનું મોડલ બેરોજગારીનું વિકાસ મોડલ છે. અહીં બેકારો ઉત્પન્ન થાય છે. મોદીના રાજ્યમાં રોજગારી વિનાનો વિકાસ થઇ રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note