ભાજપ ઇન્ફ્રાસ્કચરના નામે કટકી કરતું હોવાનો ભરતસિંહનો આક્ષેપ
પેટલાદ નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી મળી રહે તે માટે રૂ.85 લાખના ખર્ચે તૈયાર કરેલ 10 લાખ લિટરની નવી પાણીની ટાંકીનું લોકાર્પણ ગણતંત્રના દિવસે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ તથા કોંગ્રેસના આગેવાનો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
– પેટલાદ નગરપાલિકા દ્વારા 85 લાખના ખર્ચે તૈયાર થયેલ પાણીની ટાંકીનું લોકાર્પણ કરાયું
આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘માત્ર ને માત્ર સ્વચ્છતા અભિયાનની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનું આધણ કરવાથી સફાઇ શકય નથી બનતી. ભૂતકાળમાં કોંગ્રેસે પણ સ્વચ્છતા અભિયાન બજેટમાં સો કરોડ ફાળવ્યા હતા. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે નગરજનો કચરો ઉઠાવી ગમે ત્યાં ઢગલા કરતાં હોય છે તે મોટો પડકાર છે. જ્યારે દેશમાં કોંગ્રેસે શાસન કર્યુ છે ત્યારે લોકોની પ્રાથમિક સમસ્યાઓને પ્રાધાન્ય આપીને લોકાભિમુક્ત વહીવટ કર્યો છે. ત્યારે હવે પેટલાદની ટીમ સુકાની નિરંજન પટેલના વડપણ હેઠળ કોંગ્રેસનું શાસન આવ્યું છે ત્યારે આગામી સમયમાં શહેરમાં પ્રજાને સુખાકારીના કામો હાથ ધરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.’ ત્યારબાદ પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-bharatsinh-accusing-on-bjp-for-issue-of-infrastructure-5233622-PHO.html