આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવાને બદલે સરકાર મગરનાં આંસુ સારે છેઃ મોઢવાડીયા

આતંકવાદ વિરોધી વિદ્યેયકનો અસ્વિકાર થતાં કોંગ્રેસે રોષ વ્યકત કર્યો છે અને ગુજરાતમાં મોદીની સરકાર હતી ત્યારે મોકલાયેલ વિદ્યાયકને હવે કેન્દ્રની મોદી સરકારે પરત મોકલતા આકરી ઝાટકણી કાઢીને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સરકારને મગરના આંસુ સારતી ગણાવી છે.

આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવાને બદલે સરકાર મગરનાં આંસુ સારે છેઃ મોઢવાડીયા

૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં ચાર વખત વિધાનસભામાં પસાર કરાવીને ગુજરાતની ભાજપ સરકારના ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠીત ગુન્હા નિવારણ વિદ્યેયક – ૨૦૧૫ ને રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાયું હતું પરંતુ આ વિદ્યેયકની અમુક જોગવાઇઓ અસંવૈધાનિક તથા ગેરકાનુની હોવાના કારણે ભારત સરકાર અને રાષ્ટ્રપતિએ પરત મોકલ્યું હતું તે જ રીતે આજે ૨૦૧૫માં પસાર કેરલ આ જ વિદ્યેયકને કેન્દ્રના ગૃહ મંત્રાલયે પરત મોકલતા સદરહુ ઘટનાને નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે પસાર કરેલ વિદ્યેયકને નરેન્દ્ર મોદીની ભારત સરકારે અસ્વીકાર કરીને નરેન્દ્ર મોદીની ગુજરાત સરકાર માથે લપડાક લગાવી છે તેવા વ્યંગ્ય સાથે આ વિદ્યેયક ઉપર સતત ૧૫ વર્ષ સુધી કોંગ્રેસ સામે રાજનીતિ કરવા માટે વડાપ્રધાન અને ભાજપ માફી માંગે તેવી માંગણી ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કરી હતી.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-rajkot-the-government-rejected-the-ire-of-anti-terrorism-to-vidyeyaka