૩૩ જિલ્લા, ૮ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા : 28-01-2016

૩૩ જિલ્લા, ૮ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ૩૦, મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની નિર્વાણ દિન છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રાર્થના સભા યોજાશે. પૂ. મહાત્મા ગાંધીના સિધ્ધાંતો અને ગાંધી મૂલ્યોથી નવી પેઢી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો વાકેફ થાય તે સમયની માંગ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ અને ખાસ કરીને યુવાનો જોડાય તે દિશામાં નિશ્ચિત કરેલ છે.

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note