નવનિર્મિત સમા હાઈસ્કુલનું ઉદઘાટન કરતાં માનનીયશ્રી અહમદભાઈ પટેલ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં નવનિર્મિત સમા હાઈસ્કુલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈએ જણાવ્યું હતું કે, તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. શિક્ષણ થકી પ્રગતિની દિશામાં આગળ વધી શકાય છે. સામાન્ય અને સંઘર્ષ કરતાં ઘણાં બધા મહાનુભાવે શિક્ષણ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રમાં મોટા પદ પર પહોંચ્યા છે. જે રીતે રાજ્યમાં શિક્ષણ મેળવવા માટે સામાન્ય અને મધ્યમવર્ગ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. હજારોની સંખ્યમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. શિક્ષક છે તો વર્ગખંડ નથી, વર્ગખંડ છે તો શિક્ષક નથી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે. રાજ્ય સરકાર સૌના માટે શિક્ષણ ઉપલબ્ધ કરાવી શકતી નથી. ત્યારે સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિના સમુહો આગળ આવીને શૈક્ષણિક સંકુલો સ્થાપી રહ્યા છે તે આવકારદાયક બાબત છે. સાથોસાથ સમયની માંગ છે. કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે સૌના માટે શિક્ષણ એટલે કે શિક્ષણનો અધિકાર સમગ્ર દેશના ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણ, મૂળભૂત અધિકાર લાગુ કર્યો. કમનસીબે ગુજરાતની સરકારે શિક્ષણનો કાયદો લાગુ કરવામાં, અમલવારીમાં જોઈએ તેવી ઈચ્છાશક્તિ દેખાડી નહોતી. પરિણામે ગુજરાતમાં સામાન્ય અને મધ્યમવર્ગના બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું હતું. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પાછળ ધકેલાઈ ગયું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ સમા સ્કુલના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, સામાજીક સંસ્થાઓ આગળ આવીને સારી સુવિધા ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરે તે આવકારદાયક છે. બદલાતા સમયમાં શિક્ષણ, રોજગાર એક પડકાર છે. ત્યારે શિક્ષણમાં પણ વિવિધતા સાથે વિદ્યાર્થીઓનું પૂર્ણ ઘડતર થાય તે જરૂરી છે.
અમદાવાદ ખાતે શૈક્ષણિક સંકુલના ઉદઘાટન કાર્યક્રમ બાદ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે સામાજીક સંસ્થા દ્વારા સ્થપાયેલ આરોગ્ય ક્ષેત્રે કાર્યરત હોસ્પિટલોની મુલાકાત લીધી હતી.