દેશભરની યુનિવર્સિટીઝમાં એક વિચાર થોપવા પ્રયાસ થઈ રહ્યો છે: રાહુલ ગાંધી

– રાહુલ હૈદરાબાદ પહોંચ્યા, મંત્રીઓ રાજીનામું આપે
હૈદરાબાદ-નવી દિલ્હી: હૈદરાબાદ યુનિવર્સિટીના એક દલિત સ્કોલર રોહિત વેમુલાની આત્મહત્યા અંગે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના બધા જ વિરોધીઓ એકત્ર થઈને કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની અને બંડારુ દત્તાત્રેયના રાજીનામાંની માગણી કરી રહ્યા છે. તેઓ રોહિતની આત્મહત્યા માટે તેમને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. બીજી બાજુ સાહિત્યકાર અશોક વાજપેયીએ હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી મળેલી ડી. લિટની ડિગ્રી પાછી આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ વાજપેયી અસહિષ્ણુતાના મુદ્દે પણ એવૉર્ડ પાછો આપી ચૂક્યા છે.
કોંગ્રેસે બંને મંત્રીઓને પદ પરથી હટાવવાની માગ માટે દબાણ વધાર્યું તો તેના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હૈદરાબાદ પહોંચી ગયા છે. આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને રોહિતની માતાને તેઓ મળ્યા હતા. તેમણે કહ્યું, કે કુલપતિ અને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓએ સમયસર કાર્યવાહી કરી નથી.
તેમને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. દેશ બદલવા આગળ આવેલા આ યુવાનને એટલી પીડા આપી કે તેની પાસે જીવ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો અને તેણે આત્મહત્યા કરવી પડી. પરંતુ આવી સ્થિતિમાં વીસી, મંત્રી અને સંસ્થાએ ઊભી કરી છે. સાઈબરાબાદ પોલીસ સ્ટેશનમાં સોમવારે બંડારુ દત્તાત્રેય, હૈદરાબાદ યુનિવર્સિટીના વીસી અપ્પા રાવ અને ત્રણ અન્ય વિરુદ્ધ આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

http://www.divyabhaskar.co.in/news/NAT-protest-outside-bandaru-house-rahul-gandhi-to-visit-hcu-over-dalit-death-5226656-PHO.html