પોલીસની લાઠી કે ગોળી પહેલા હું ખાઇશ, યાત્રા નહીં રોકી શકાય : રાઘવજી
– પોલીસ દમનથી યાત્રા નહીં રોકી શકાય
જામનગર: જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તથા પાટીદાર આગેવાન રાઘવજીભાઇ પટેલ એક નિવેદનમાં જણાવ્યું છેકે, જામનગર જિલ્લા કલેકટરે 26 જાન્યુઆરીના રોજ સીદસરથી નિકળનારી પાટીદાર એકતા યાત્રા રોકવા ખોટું અને ગેરબંધારણીય જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે જેથી પાટીદાર સમાજની એકતા યાત્રા કાઢવામાં ન આવે.
આ અંગે ગુજરાત ભાજપ સરકારને પડકાર ફેકતા જણાવ્યું છે કે આ પાટીદાર એકતા યાત્રા નિકળવાની જ છે તમારી પોલીસ આ એકતા યાત્રાને રોકી નહી શકે, આ એકતા યાત્રા પાટીદારોના હકકની માંગણીનું આંદોલન છે તેને પોલીસના દંડાથી રોકી નહી શકો, પાટીદારો આ એકતા યાત્રા અંગે આખરી દમ સુધી લડી લેવાના છે બે મોઢાની વાતો કરનાર ગુજરાતની ભાજપ સરકાર ઉપર ચાબકા મારતા કહ્યું છેકે આતો નમાલી સરકાર છે.
http://www.divyabhaskar.co.in/news/SAU-JAMN-OMC-raghavji-patel-comment-on-patidar-latest-news-jamnagar-5227299-NOR.html