ગાંધીનગરમાં સ્વાભિમાન ધરણાંમાં ભ્રષ્ટાચારી સરકાર પર પ્રહારો
– આનંદીબેન પટેલની તલવારને ૨૦૧૭માં હરાવીને કોંગ્રેસને વિજય બનાવશે
ગુજરાતમાં ST, SC અને OBC વિરોધી આનંદીબહેનની સરકાર ભાજપને ભારે પડશે
– પટેલોની તરફેણ કરનારને દેશદ્રોહીનો ખિતાબ આપી જેલભેગા કરાય છે ઃ સમાજને આર્થિક રીતે તોડવાની નીતિ
એસટી,એસસી અને ઓબીસીરૃપી ત્રિશુળ આનંદીબેન પટેલની તલવારને ૨૦૧૭માં હરાવીને કોંગ્રેસને વિજય બનાવશે.એટલુ જ નહીં, ખેડૂતો અને દલીત વિરોધી ભાજપની સરકાર દ્વારા વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પંરંતુ તેમની આ મેલી મુરાદ પુરી ન થાય તે માટે કોંગ્રેસના આગેવાનોને પ્રદેશ પ્રમુખે સુચના ગાંધીનગર ખાતે યોજાયેલી સ્વાભિમાન ધરણાંમાં આપી હતી. જેમાં ભાજપનો વિરોધ કરનારને દેશદ્રોહનો ખિતાબ આપીને તેમને જેલ ભેગા કરી દેવામાં આવે છે અને સરકાર વર્ગ વિગ્રહ કરાવીને સમાજને આર્થિક રીતે તોડવાની નીતિ કરી રહી છે જેવા શાબ્દિક ચાબખા પણ સરકાર સામે મારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૫૦૦ જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/obc-patel-ahmedabad-gujarat-congress-election-2017