એસ.સી. વિભાગ / NSUI દ્વારા ગુજરાત યુનિવર્સીટી ખાતે ધારણા

ભારતીય જનતા પાર્ટી ની દલિત વિરોધી નિતી નાં કરને સતત દલિતો પર અને ખાસ કરીને દલિત વિદ્યાર્થીઓ ને પ્રકાડિત કરવામાં આવી રહ્યા છે. ભાજપા અને આર.એસ.એસ.ની જાતીવાદી માનસિકતાએ હૈદરાબાદના એક હોનહાર દલિત યુવા જે સમાજ શાસ્ત્રમાં શોધકર્તા તરીકે PhD કરી રહ્યો હતો. રોહિત વેમુલા નામનો યુવાન આંબેડકર સ્ટુડેંટ યુનિયન નાં સક્રિય સદસ્ય તરીકે દલિત સમાજના પ્રશ્નો ઉઠાવવામાં હમેશા અગ્રેસર રેહતો. હાલમાંજ આ આંબેડકર સ્ટુડેંટ યુનિયનના કાર્યકર્તાઓ એ ભાજપની નિતી વિરુધ આવાજ ઉઠાવી મોદીની ટીકા કરતા ભાજપની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી. એ આ વિદ્યાર્થીઓ પ્રત્યે વયમનસ્ય રાખી તેઓ પર ખોટી ફરિયાદ દ્દાખલ કરવામાં આવી. જે અન્વયે યુનિવર્સીટી એ એક તપાસ કરાવી જેમાં આ દલિત વિદ્યાર્થીઓ નિર્દોષ સાબિત થયા. ત્યારે ભાજપના કેન્દ્રીય શિક્ષા મંત્રી સ્મૃતિ ઈરાનીએ અને તેમના શ્રમ મંત્રીએ યુનીવર્સીટીને પત્ર લખી આ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર વિરોધી બતાવી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું જેને લઈને યુનીવર્સીટીનાં કુલપતિએ આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યા. આથી આ વિદ્યાર્થીઓ યુનીવર્સીટીમાં ખુલ્લામાં રેહવા ફરજ પડી. છેલા ૧૫ દિવસથીઆ આંબેડકર સ્ટુડેંટ યુનિયનનાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં રહી અભ્યાસ કરતા હતા ત્યારે અનેક પ્રકારે એ.બી.વી.પી. અને ભાજપની દલિત વિરોધી જાતીવાદી માનસિકતાએ આ હોનહાર વિદ્યાર્થીને રાષ્ટ્ર વિરોધી બતાવી તેમની સતામણી કરવામાં કોઈ જ દયા નાં રાખતા અતિ લાગણીશીલ યુવા દલિત વિદ્યાર્થી રોહિત વેનુલાએ કેમ્પસમાં જ પોતાની જાતને ગળે ફાંસો આપી આત્મ હત્યા કરી લેતા સમગ્ર ભારતમાં આના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે.