ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારા સામે ધરણાં – પ્રદર્શન

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે મોંઘવારી વધારા સામે રાજ્યમાં 33 જિલ્લાઓ 8 મહાનગરોમાં મોંઘવારી વિરોધી અને પેટ્રોલ-ડીઝલના વેટ અ સેસ પાછા ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષે રાજ્ય વ્યાપી દેખાવો કરી આક્રોશ સાથે ઘરણાં કરી અને મુખ્યમંત્રી અ વડાપ્રધાનનું પૂતળા દહન કર્યું હતું.