અમદાવાદ મહાનગર સેવાસદનના મેયર પોતે ટેક્ષ ભરતા નથી : 07-01-2016

  • અમદાવાદ મહાનગર સેવાસદનના મેયર પોતે ટેક્ષ ભરતા નથી
  • એમની કાઉન્સીલરની ઉમદવારી પત્રની ચકાસણી થવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, અમદાવાદ મહાનગર સેવાસદનના મેયરશ્રી ગૌતમ શાહ ઘણાં વર્ષોથી જે પોતાની ઓફિસ ચલાવે છે તે ઓફિસનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્ષ વ્યાજ સહિત આશરે રૂ. 18000 જેટલો બાકી હોય તે જોતાં એવું લાગે છે કે, જ્યાં ખુદ મેયર જો મ્યુ. ટેક્ષ ન ભરપાઈ કરતા હોય ત્યારે સામાન્ય નાગરિકોનો સામાન્ય ટેક્ષ બાકી હોય તો પણ તેઓની દુકાન કે મકાન જેવી મિલ્કતોનું સીલ મારવામાં આવે છે. માનસિક ત્રાસ આપવામાં આવે છે કોર્ટની કાર્યવાહી કરવામાં આવે છે બાકી ટેક્ષદારોના ન્યુઝ પેપરોમાં જાહેરાતો આપવામાં આવે છે અને તેઓને સમાજમાં બદનામ કરવામાં આવે છે અને તેઓની કોઈ વાત સાંભળવામાં આવતી નથી તે ક્યાંનો ન્યાય?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Document