ગુજરાત સરકાર દ્વારા થઇ રહેલા દમનના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “દમન પ્રતિકાર રેલી”
ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે નાગરિકોના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજ રોજ “દમન પ્રતિકાર રેલી” માં સમગ્ર રાજ્યમાં સવારથી જ અમદાવાદ ખાતે આવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો શરૂ થયા હતા ત્યારે હજારોની સંખ્યામાં વિવિધ જિલ્લા-તાલુકાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોની અટકાયત કરવાનું પોલીસે શરૂ કર્યું હતું. સવારથી ડાંગ હોય કે પછી પ્રાંતિજ હોય કે પછી ધોરાજી હોય કે જોડિયા તમામ જગ્યાએ ભાજપ સરકારના ઈશારે અટકાયત, હેરાનગતિના સમાચારો શરૂ થયા સાથોસાથ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાઈવે પરના ટોલ ટેક્સ પર કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવા માટે પોલીસ પોતાના કાફલો ખડકી દીધો હતો. રાજ્ય ભરમાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનોમાં “દમન પ્રતિકાર રેલી” માં જોડાવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસની અનેક પ્રકારની વ્યૂહરચના તોડીને હજારો કાર્યકર્તાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
“દમન પ્રતિકાર રેલી” માં બપોરે 2-30 કલાકે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોના કાફલા સાથે રાજીવ ગાંધી ભવન ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, વરિષ્ઠ નેતા શ્રી નરેશભાઈ રાવલ, શ્રી શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ ગાંધી આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું હતું સમગ્ર આશ્રમ રોડ ઉપર કોંગ્રેસના નેતાઓનું સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો જોમ જુસ્સા સાથે જોડાઈ રહ્યાં હતા. નવા વાડજ પાસે પોલીસે કાર્યકરોની અટકાયત અને વરિષ્ઠ નેતાઓની આગળ નહીં જવા દેવા માટે લાંબા સમય સુધી રકઝક ચાલી હતી અંતે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ચાલતા ચાલતા ગાંધી આશ્રમ આગળ વધ્યા હતા. હજારોની સંખ્યામાં કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી, ભાજપ તારી હિટલરશાહી નહીં ચલેગી નહીં ચલેગી ના નારા, નાગરિકો કે સન્માન મેં કોંગ્રેસ મેદાન મેં સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને અન્ય વરિષ્ઠ આગેવાનોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. જે રીતે ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોની પોલીસે અટકાયત કરવાની શરૂ કરી તેની સાથે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, વરિષ્ઠ નેતા શ્રી નરેશભાઈ રાવલ, શ્રી શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ ભાજપ સરકારના ઈશારે પોલીસના કિન્નાખોરીભર્યા પગલાંના વિરોધમાં સામેથી ધરપકડ વહોરી હતી. કાર્યકરોની સાથે નેતાઓ જોડાતા સમગ્ર વાતાવરણ થોડા સમય માટે તંગદિલી વ્યાપી ગઈ હતી.
ગાંધી આશ્રમ ખાતે ભાજપ સરકારની નિતી અને “માય વે ઔર હાઈ વે” ની માનસિક્તા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પ્રજા પોતાની સમસ્યાઓ રજુ કરવાનો પ્રયત્ન કરે ત્યારે પોલીસ દ્વારા આંદોલનોને તોડી પાડવા, સાચી બાબતોની અવગણના કરવી અને લોકશાહીના અધિકારો પર તરાપ મારવાની ભાજપ સરકારની કુચેષ્ટા ગાંધી-સરદારના ગુજરાત માટે ઘણી જ ગંભીર છે ત્યારે ભાજપ સરકારના ઈશારે કોંગ્રેસ પક્ષ દ્વારા “દમન પ્રતિકાર રેલી” માં જોડાયેલા 5 હજાર કરતાં વધુ કાર્યકર, ભાઈ-બહેનોની અટકાયત કરી પોલીસ સ્ટેડીયમ શાહીબાગ ખાતે લઈ ગયા હતા. જે બિનલોકશાહી અને ગેરબંધારણીય છે. પોલીસના દમન સામે ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસ નાગરિકોના હક્ક અને અધિકાર માટે લડત આપતો રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવ, ડૉ. જીતુભાઈ પટેલ, ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી રાઘવજી પટેલ, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ચેતન રાવલ, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી હિમાંશુ વ્યાસ, પ્રો. પી.આઈ.પટેલ, ડૉ. મનિષ દોશી સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને વિસ્તૃત આવેદન પત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું હતું. જેમાં મુખ્ય માંગણી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારના મુદ્દા સાથે ભાજપ સરકારની નિષ્ફળતા સામે ગુજરાતના યુવાનો અને ખાસ કરીને પાટીદાર યુવાનોએ મોટા પાયે લડત ચલાવી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર નિષ્ફળતાને ઢાંકવા સરમુખત્યાર શાસકોની જેમ યુવાનો ઉપર પોલીસ દમન કરવામાં આવ્યું અને ખોટા કેસો કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા અને તેમની સાચી વાતને સાંભળવાનો પણ સરકારે ઈન્કાર કરી દીધો. ભાજપ સરકાર-પોલીસ તંત્ર નિર્દોષ આંદોલનકારી યુવાનોના પરિવારને કનડગત કરવાનું બંધ કરે. અને જે યુવાનો પર રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો છે તે સરકાર તાત્કાલિક અસરથી રદ્દ કરે. અને નિર્દોષ આંદોલનકારી યુવાનોને જેલમુક્ત કરવામાં આવે.
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally
- Daman Pratikar Rally