કોંગ્રેસપક્ષના સ્થાપના દિન નિમિત્તે જીપીસીસી ખાતે આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમ.
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ૧૩૧માં ““કોંગ્રેસ સ્થાપના દિન”” અને ૯૩માં ““કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન”” ની ઉજવણી.
- સમગ્ર ગુજરાતના તમામ શહેર, તાલુકા અને જીલ્લામાં કોંગ્રેસ કાર્યાલય શણગારીને ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી
કોંગ્રેસના ૧૩૧માં સ્થાપના દિન નિમિત્તે રાષ્ટ્રગીત ગાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોને ૧૩૧માં કોંગ્રેસ સ્થાપના દિન નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ગાંધી-સરદારની વિચારધારામાં માનનારો પક્ષ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજાએ જનાદેશ આપ્યો અને પ્રજાએ આપેલા મતોનો આભાર માન્યો હતો. કોંગ્રેસ પક્ષના કાર્યકરો તરીકે આપણાં સૌની વિશેષ જવાબદારી છે કે, દેશ સામેના પડકારો જેવા કે,અસમાનતા, ગરીબી સામે લડત આપવાની છે દેશમાં દલિત, આદિવાસી, લઘુમતિ, મહિલા અને બાળકોની તેમના હક્ક અને ન્યાય મળે તે માટે સૌ સાથે મળીને કામ કરવાનું છે.