ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) લાગુ કરવા માટે મોદી સરકારનો માત્ર દેખાડો
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) લાગુ કરવા માટે મોદી સરકાર માત્ર દેખાડો કરે છે હકીકતમાં સરકારની ઈચ્છાશક્તિના અભાવે અને સરકારની વિવિધ નિષ્ફળતાઓ છુપાવવા વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષ પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે ત્યારે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) ની વાસ્તવિક્તા અને કોંગ્રેસ પક્ષના વલણ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મધુસૂદન મિસ્ત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જી.એસ.ટી. બીલ વર્ષ 2011 માં કેન્દ્રની યુપીએ સરકારે લોકસભામાં રજુ કર્યું હતું. જે 2011 માં નાણાં વિભાગની ફાયનાન્સ કમીટી સમક્ષ 2013 સુધી રહ્યું. જેના અધ્યક્ષ ભાજપના શ્રી યશવંતસિન્હા હતા. સુધારા સાથે 2013 માં બીલ રજૂ કરવામાં આવ્યું કોંગ્રેસ પક્ષે રજૂ કરેલ બીલ નવી સરકારે આવતાની સાથે નવું બીલ રજૂ કર્યું. વર્ષ 2011 માં યુપીએ સરકારે રજૂ કરેલ અને હાલની મોદી સરકારે રજૂ કરેલ બીલમાં ઘણાં બધાં ફેરફારો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો