સંઘ કાર્યકરોએ મને આસામના બારપેટા મંદિરમાં પ્રવેશ કરતા રોક્યો હતો : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આજે સંસદ પરિસરમાં દાવો કર્યો હતો કે તેઓ આસામના તાજેતરના પ્રવાસ દરમિયાન બારપેટા જિલ્લાના એક મંદિરમાં જવા માગતા હતા પણ સંઘના કાર્યકરોએ તેમને પ્રવેશવા દીધા ન હતાં. જો કે આ મંદિરના પ્રમુખે રાહુલના દાવાઓને ફગાવી દીધા છે. મંદિર પ્રમુખ બક્ષિત દેવ શર્માએ જણાવ્યું હતું કે  રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશતા કોઇએ પણ અટકાવ્યો ન હતો.
કોઇએ પણ રાહુલને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા ન હતા ઃ બારપેટા મંદિર પ્રમુખ ઃ મેં ચાર કલાક સુધી રાહુલની રાહ જોઇ હતી પણ તે આવ્યા ન હતા ઃ બક્ષિત શર્મા ઃ રાહુલને મંદિરમાં પ્રવેશવા ન દેવા ભાજપ અને સંઘે કાવતરું ઘડયું હતું ઃ તરૃણ ગોગોઇ
આ અગાઉ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સંઘના કાર્યકરોએ મંદિરની આગળ એક મહિલાને ઉભી કરી દીધી હતી અને મને જણાવ્યું હતું કે હું મંદિરમાં પ્રવેશ નહીં કરી શકું. રાહુલે જણાવ્યું હતું કે મને રોકનારા તેઓ કોણ હોય છે? ગયા શુક્રવારે બરપેટા ગયેલા રાહુલે જણાવ્યું હતું કે સંઘના કાર્યકરો જતા રહ્યા તે પછી હું મંદિરમાં ગયો હતો.
આસામના મુખ્યપ્રધાન તરુણ ગોગોઇએ રવિવારે આક્ષેપ કર્યો હતો કર્યો હતો કે ભાજપ અને આરએસએસએ બારપેટામાં રાહુલને પ્રવેશ ન કરવા દેવાનું કાવતરું રચ્યું હતું.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-rahul-ghandhi-in-parliament