સરકાર દમનની નીતિ અપનાવે છેઃ કોંગ્રેસ
નેશનલ હેરાલ્ડ મુદ્દે સડકથી લઇને સંસદ સુધી કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારની નીતિ ઉપર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે નીતિઓ ઉપર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, વિપક્ષને ડરાવવામાં આવી રહ્યા છે. સંસદમાં જે કંઇ પણ થઈ રહ્યું છે તે સરકારની દાનતનો વિરોધ છે.
હંગામા વચ્ચે ખડગેએ કહ્યું હતું કે, આ સમયે દેશમાં બે કાયદા છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને માટે અલગ-અલગ છે. સરકારની દાનત ખરાબ છે. સરકાર દમનની નીતિ અપનાવી રહી છે. આ વાતનો વિરોધ વિપક્ષ કરી રહ્યો છે. લોકસભા સ્પીક સુમિત્રા મહાજનને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, અમારી વાતોને કાર્યવાહીમાં હટાવવામાં ન આવે.
http://www.sandesh.com/article.aspx?newsid=3195490