નેશનલ હેરાલ્ડ મુદ્દે ખોટા આક્ષેપોના વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં : 19-12-2015
ભાજપ શાસીત કેન્દ્ર સરકાર માત્ર રાજકીય કિન્નાખોરીથી અને બદલાની ભાવનાથી ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શ્રી રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે ખોટા આક્ષેપો કરી રહ્યાં છે જેની વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ બપોરે 3-30 કલાકે રૂપાલી સિનેમા સામે, સરદાર બાગ ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવેલ. નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપ શાસકોની કિન્નાખોરી-બદલાની ભાવના સામે પ્રજા વચ્ચે સત્ય ઉજાગર કરવા અને સત્યની લડાઈ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો આગેવાનોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરી બદલાની ભાવનાથી કેસ કર્યો છે. ભાજપને દેશ ઓળખી ગયો છે. દિલ્હી અને બિહારે જવાબ આપ્યો અને ગુજરાતની જનતાએ જબજસ્ત જવાબ આપ્યો છે ત્યારે બોખલાઈ ગયેલ, નિષ્ફળ નીવડેલ નેતાઓ આવું કિન્નાખોરી ભર્યું વર્તન એ ભાજપની મેલી મુરાદ બહાર લાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો